sports

Hockey World Cup 2026: કેપ્ટન હરમનપ્રીતના 2 ગોલ, ભારતે વેલ્સને 3-1 થી ચટાડી ધૂળ

લ્જિયમ અને નેધરલેન્ડ્સની સંયુક્ત મેજબાની હેઠળ શરૂ થયેલા હોકી વર્લ્ડ કપ 2026 માં ભારતીય પુરુષ હોકી ટીમે અપેક્ષા મુજબનો આક્રમક પ્રારંભ કર્યો છે. 15 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસના પાવન અવસરે પૂલ-ડી ના પ્રથમ મુકાબલામાં ભારતે શરુઆતથી જ વેલ્સ પર દબાણ બનાવી રાખ્યું હતું.

પૂલ-ડી ની પ્રથમ મેચમાં વેલ્સને 3-1 થી હરાવ્યું

મેચની 8મી મિનિટે ભારતને પેનલ્ટી કોર્નર મળ્યો હતો, જેને યુવા ડિફેન્ડર સંજયે શાનદાર ડ્રેગ-ફ્લિક વડે ગોલ બોક્સના ખૂણામાં ધકેલીને ભારતને 1-0 ની બઢત અપાવી હતી. ત્યારબાદ 11મી મિનિટે કેપ્ટન હરમનપ્રીત સિંહે વધુ એક પેનલ્ટી કોર્નરને કન્વર્ટ કરીને ટીમની લીડ 2-0 કરી દીધી હતી. બીજા ક્વાર્ટરમાં વેલ્સે મજબૂત ડિફેન્સ બતાવી ભારતીય એટેકર્સ સૂરજ કરકેરા અને મોહિતના પ્રયાસો નિષ્ફળ બનાવ્યા હતા, જેથી હાફ ટાઇમ સુધી સ્કોર 2-0 રહ્યો હતો.

કેપ્ટન હરમનપ્રીત સિંહના 2 શાનદાર ગોલ

બીજા હાફમાં પણ ભારતીય ટીમે મિડફિલ્ડ પર પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું હતું. ત્રીજા ક્વાર્ટરમાં ભારતીય ટીમે ઉત્કૃષ્ટ ફિલ્ડ પ્લેનું પ્રદર્શન કર્યું હતું, જેમાં કેપ્ટન હરમનપ્રીતે મેચનો પોતાનો બીજો અને ભારતનો ત્રીજો ગોલ કરીને સ્કોર 3-0 કરી દીધો હતો.ચની 56મી મિનિટે વેલ્સે કાઉન્ટર એટેક કરીને એક શાનદાર ફિલ્ડ ગોલ ફટકારી સ્કોર 3-1 કર્યો હતો. છેલ્લી મિનિટોમાં વેલ્સે વધુ ગોલ કરવાના પ્રયાસો કર્યા પરંતુ ભારતીય ડિફેન્સ લાઇન અને ગોલકીપરે તેમના તમામ હુમલા નિષ્ફળ બનાવી 3-1 થી જીત સુનિશ્ચિત કરી લીધી હતી.

આ પણ વાંચો: Lunavada: બક્ષીપંચ કુમાર છાત્રાલયના 6 બાળકોને ફૂડ પોઇઝનિંગ; 108 મારફતે હોસ્પિટલમાં દાખલ

Original source: sandesh.com →